- 1.10 લાખનો દારૂ સહિત 13.10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- કુખ્યાત બુટલેગર વિજય વસાવા સહીત દારૂની ડિલિવરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો
અંકલેશ્વર શહેર પોલીસ નવા દિવા ગામે વિદેશી દારૂ સગેવગે કરતા પહેલાં જ દરોડા પાડી 1.10 લાખનો દારૂ સહિત 13.10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નવરાત્રીના બંદોબસ્તમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર વિજય ઉર્ફે બાડીયો પ્રવીણ વસાવાના ઘરે એક સંઘ પ્રદેશના પાર્સિંગની ગાડી નંબર-ડી.એન.09.એલ.2374માં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 996 નંગ બોટલ કબ્જે કરી હતી અને 1.10 લાખનો દારૂ તેમજ કાર મળી કુલ 13.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલ ગાડીના ચાલક સહિત કુખ્યાત બુટલેગર વિજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.