- પોલીસે ૧૩ જુગારીયાઓને ૧.૮૦ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો
અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએથી ૧૩ જુગારીયાઓને ૧.૮૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં રહેતો રફીક અબ્દુલ હમીદ શેખ જુના દીવા ગામની સીમમાં સેફરોન કોમ્પ્લેક્ષથી જુના દીવા જવાના માર્ગ ઉપર ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦ હજાર અને ત્રણ રીક્ષા તેમજ ૬ ફોન મળી કુલ ૧.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા મુખ્ય સુત્રધાર રફીક અબ્દુલ હમીદ શેખ,રફીક ગફુર બેગ,રહેમાન અબ્બાસ ખાન અને ગુલામ રસૂલ અબ્દુલ રહીમ મુલ્લા,અશોક કાયસ્થ,સઈદ ઈમ્તિયાઝ અબ્દુલ કરીમ મલેકને ઝડપી પાડ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-2.29.29-PM-1-1024x768.jpeg)
જયારે આવી જ રીતે અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર ખેતર શેઢા પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૨૪ હજાર અને ચાર ફોન મળી કુલ ૫૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો રામકુંડના વણકરવાસમાં રહેતો જુગારી અંકિત ઉમેદ રામ,ઠાકોર વસાવા,સોહેલ યુનુશ ટોપિયા અને છીતુ વસાવા,રવિકુમાર પરમાર સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.