અંકલેશ્વર સુરત રેલવે સ્ટેશન વચ્ચે રાત્રીના 11 વાગ્યાની આસપાસ અચાનક ચાલતી માલગાડીના વ્હિલમાં આગે દેખા દીધી હતી. ઘટના અંગે ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ થતાં તુરંત ટ્રેનને રોકી દેવામાં આવી હતી.ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા તંત્ર દોડતું થયું હતું.
ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાઈ
વડોદરા-મુંબઈ મેઇન અપ લાઈન ઉપર જ બનાવ બન્યો હોય અન્ય 6 પેસેન્જર ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી.રેલવે તંત્ર દ્વારા ગુડ્ઝ ટ્રેનના ક્ષતિગ્રસ્ત થયેલા વ્હિલની એક્સેલને બદલી 12.35 કલાકે ખોરવાઈ ગયેલો અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો.બનાવને લઈ ભરૂચથી મુંબઈ તરફ જઈ રહેલી હાવડા, સૌરાષ્ટ્ર મેઈલ, ભુજ-પુણે, લોકશક્તિ, નવજીવન અને અરવલ્લી એક્સપ્રેસ વિલંબિત થઈ હતી.