Published by : Rana Kajal
- પશુ માલિકની ભેંસો NH 48 પરથી પસાર થતી હતી
- પશુઓના મોતના પગલે એક તરફનો હાઇવે પ્રભાવિત
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 6 ભેંસોના મોત અને એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.
નેશનલ હાઇવે નંબર 48 ઉપર બુધવારે સવારે 8 થી 9 ગાય ભેંસો હાઈવાની ટકકરે આવી ગઈ હતી. હાઇવે પર આવી ચઢેલી ગાય અને ભેંસોને પસાર થતા હાઈવા ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ 6 જેટલી ભેંસોના મોત થયા છે. જ્યારે એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.

પનોલી પોલીસ અને ટ્રાફિક જવાનોએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ પરથી પશુઓના મૃતદેહ હટાવવા સાથે અકસ્માત સર્જક હાઈવા ચાલક સામે તપાસ હાથ ધરી છે.
છ જેટલી ભેંસોના મોતને પગલે એક તરફની હાઈવેની લેન ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. પશુઓના મોતને પગલે માલધારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.