Home Ankleshwar અંકલેશ્વર AIA ની ચૂંટણીમાં 84.75 ટકા જંગી મતદાન, સાંજે સહયોગ અને વિકાસ...

અંકલેશ્વર AIA ની ચૂંટણીમાં 84.75 ટકા જંગી મતદાન, સાંજે સહયોગ અને વિકાસ પેનલમાંથી કોનો વિજય અને કોણ પ્રમુખ પરિણામો થશે જાહેર

0

Published by: Rana kajal

  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં કુલ 1089 મતદારો પૈકી મતદાન પ્રક્રિયા પુર્ણ થતા 923 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
  • જનરલ કેટેગરીમાં 8 સભ્યો માટેની ચૂંટણી રસાકસી ભરી બની

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2023 – 24ની જનરલ કેટેગરી માટેના આઠ સભ્યો માટેની ચૂંટણી અંત્યંત રસાકસી ભર્યા માહોલમાં યોજાઈ હતી. બપોર સુધી કુલ 84.75 ટકા જંગી મતદાન નોંધાયું છે. સાંજે સહયોગ કે વિકાસ પેનલ વિજયી બનશે તેનું પરિણામ આવી જશે.

આજરોજ સવારે આઠ વાગ્યાથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના AIA સંકુલમાં ભારે રસાકસી ભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સતારૂઢ સહયોગ પેનલે આ વર્ષે વિકાસ પેનલના 8 ઉમેદવારોની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 1089 મતદારો પૈકી બપોરે 3 કલાકે મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ ત્યાં સુધીમાં કુલ 923 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ સમગ્ર મત પ્રક્રિયાના અંતે કુલ 84.75 ટકા મતદાન યોજાયુ હતુ. મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ બંને પેનલોના ઉમેદવારોએ પોત પોતાની જીત માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બપોર બાદ ચારેક વાગ્યે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. સાંજ સુધીમાં કઈ પેનલનો વિજય અને AIA પ્રમુખ કોણ તેના પરિણામો જારી થઈ જશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version