- યુક્રેનિયન ડોકટર્સે અંધારામાં બાળકની હાર્ટ સર્જરી કરી: ઇમર્જન્સી લાઇટમાં ઓપરેશન કરવું પડ્યું
હાલમા સોશિયલ મીડિયા પર યુક્રેનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ડોક્ટર્સ અંધારામાં એક બાળકની હાર્ટ સર્જરી કરી રહ્યા છે. ખરેખર તો રશિયન મિસાઇલોએ યુક્રેનને એનર્જી સપ્લાયને નષ્ટ કરી નાખ્યો છે. લગભગ એક કરોડ લોકો વગર વીજળીએ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.રશિયાએ કિવ પર મિસાઈલથી હુમલો કર્યો. જેથી કિવ હાર્ટ ઇન્સ્ટિટયૂનો પાવર જતો રહ્યો હતો. અહીં ડોક્ટર્સ એક બાળકની સર્જરી કરી રહ્યા હતા.એ પછી ઈમર્જન્સી લાઇટની મદદથી સર્જરી પૂરી કરવામાં આવી હતી. જૉકે 2 મિનિટના આ વીડિયોમાં હાર્ટ સર્જન્સને હેડલેમ્પ પહેરેલા અને ઇમર્જન્સી લાઇટ પકડતા જોઈ શકાય છે.
આ વીડિયો એક ડોક્ટરે બનાવ્યો છે. આમાં તેમણે કહ્યું- અમારે આ રીતે અંધારામાં સર્જરી કરવી પડી રહી છે. અમને ખબર નથી કે શું થયું, પરંતુ અચાનક લાઇટ જતી રહી અને અંધારું થઈ ગયું. અમે સર્જરીને અધવચ્ચે રોકી શકતા ન હતા, તેથી સર્જરીને ઇમર્જન્સી લાઇટનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવી હતી.હાલમાં સોશિયલ મીડિયા પર લોકો ડોક્ટરની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો તેને હીરો કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ સર્જન્સ હીરો છે. સારા મિત્રો છે. તેઓ મુશ્કેલીના સમયમાં પણ લોકોની મદદ કરવામાં પાછળ નથી પડતા. અન્ય એક યુઝરે લખ્યું- આ ડોક્ટર્સ યુદ્ધ વચ્ચે શાંત છે. તેઓ મહેનતુ અને પ્રોફેશનલ છે, જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લોકોની સારવાર કરે છે.