Published by : Anu Shukla
- શક્તિપીઠ અંબાજીમાં અનેરો ઉત્સવ
- શક્તિ ભક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ
- શ્રી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભ
- અંબાજી તળેટીમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન
- યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ ગાંધીનગર દ્વારા કરાયું આયોજન
શક્તિપીઠ અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ. રાજ્ય સરકાર અને યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્રારા 5 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.
અરવલ્લીની સુંદર ગિરિમાળા પર માતાજીના બેસણા
ગુજરાત અને રાજસ્થાન સરહદ પાસે જગત જનની મા અંબા અરવલ્લીની સુંદર આહલાદક ગિરિમાળા પર બિરાજમાન છે. મા અંબાનું આ પ્રાગટય સ્થાનનું વેદો પુરાણોમાં પણ મહત્વ રહ્યું છે. આ સ્થાનક અતિ પવિત્ર માનવામાં આવે છે એટલે જ શ્રદ્ધાળુઓમાં આ સ્થાનક શ્રધ્ધાનું કેન્દ્ર રહ્યું છે. અહીં વર્ષ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મા અંબાના સાનિધ્યમાં આવનાર દરેક માઇભક્તોની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર્શન માત્રથી આધિ વ્યાધિ અને ઉપાધિ હણનાર મા અંબાની ભક્તો પર અમી દ્રષ્ટિ સદૈવ રહી છે.
મા અંબાના આંગણે તેજોમય ઉત્સવ
શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પવન સાનિધ્ય હાલમાં અનેરો ઉત્સવ યોજાઈ રહ્યો છે. 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ મહા મહોત્સવનું આયોજન કહેવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમા મહોત્સવને માઇભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. પ્રથમ દિવસે અનેક માઇભક્તોએ પરિક્રમનો લાભ લીધો. મા અંબાના જ્યાં બેસણા છે એવા ગબ્બર તેમજ નીચે જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં માઇભક્તોની ઉપસ્થિતિથી વાતાવરણ ભક્તિમય બન્યું.