- માં અંબાના ગરબે ઘૂમી આરાધના કરી…
પોલીસ વિભાગ દ્વારા તહેવાર શું અને ઉત્સવ શું… તેઓ માટે તો બસ એક ફરજ આવે કે બંદોબસ્ત. માં અંબાના ધામમાં પણ ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત કર્યા બાદ પોલીસ વિભાગે પણ માં જગદંબાની અનોખી આરાધના કરી. મંદિર પરિસરમાં જ તમામે ગરબે ઘૂમી આરાધના કરી અને જાણે તેઓનો આખા દિવસનો થાક ગરબે ઘૂમ્યા બાદ ઉતરી ગયો
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/AMBAJI-POLICE-1.jpg)
બે વર્ષ બાદ અંબાજી માં ભાદરવી પૂનમનો મેળો ભરાયો. ભાદરવી પૂનમ માતાજી નો પ્રાગટ્ય દિવસ હોઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માં અંબાની આરાધનામાં ઉમટયા હતા. મેલા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે તે માટે આગોતરી તૈયારીઓનાં ભાગરૂપે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ વચ્ચે પોલીસ સુરક્ષા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં દિવસ પૂર્ણ થયો હતો. સંપૂર્ણ દિવસ ખડે પગે સેવા આપી પોલીસ કર્મીઓ પણ થાક અનુભવી રહ્યા હતા માં અંબાના ચરણોમાં જાવ તો થાક કેવો… પોલીસ કર્મીઓએ અનોખી રીતે માં અંબા ની આરાધના કરી હતી. પુરુષ અને મહિલા સ્ટાફ સહિતના પોલીસ કર્મીઓએ માતાજી મંદિરના પટાંગણમાં ગરબે ઘૂમી માં અંબાની આરાધના કરી હળવી પળો માણી હતી જેનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે. રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓએ પણ આ વિડિયો સોશ્યલ મિડિયામાં મૂકી પોલીસ કર્મીઓની કામગીરીને પણ બિરદાવી હતી.