અક્ષય કુમાર પહેલીવાર મરાઠી ફિલ્મમા પદાર્પણ કરી રહ્યો છે. તે ‘વીર દૌડલે સાત’ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે. અક્ષયની આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરશે. મુંબઈમાં એક ઇવેન્ટમાં અક્ષયની હાજરીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ મરાઠી ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રજૂ કરવામાં આવશે. ફિલ્મ સંભવિતપણે આગામી વર્ષની દિવાળીમાં રિલીઝ કરાશે. થોડાં સમય પહેલાં જ રિલીઝ થયેલી અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ ભારે ફ્લોપ ગઈ હતી.પૃથ્વીરાજ તરીકે અક્ષય કુમારની પસંદગી જ ખોટી હોવાની ટીકાઓ થઈ હતી, હાલમાં ‘રામસેતુ’ પણ ફ્લોપ ગઈ છે