Published by : Rana Kajal
ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.. આ ફિલ્મમાં બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ઈમરાન હાશમીની જોડી ફિલ્મ ‘સેલ્ફી’ દ્વારા ચાહકોને મનોરંજન પૂરુ પાડવા આવી રહી છે. તાજેતરમાં જ સેલ્ફીના મોશન પોસ્ટરની સાથે આ ફિલ્મના ટ્રેલર રિલીઝનો પ્લાન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેકર્સ તરફથી ફિલ્મ સેલ્ફીનું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવાયુ છે.આ ફિલ્મમાં એક ફિલ્મી હીરો અને એક તેના ચાહકની વાર્તા છે. જોકે ચાહક એક પોલીસ ઓફિસર છે. આ ટ્રેલરથી એ અનુમાન લગાવી શકાય છે કે અક્કી અને ઈમરાનની આ ફિલ્મ ફુલઓન મસાલા ફિલ્મ છે, જેમાં કોમેડી, થ્રિલર અને એક્શન એક સાથે જોવા મળશે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. ‘ગુડ ન્યુઝ’ ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતાએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યુ છે.