ભારત સરકારે કારમાં છ એરબેગની જાગૃતિ લાવવા માટે એક જાહેરાત રિલીઝ કરી છે. આ જાહેરાતમાં અક્ષય કુમાર ટ્રાફિક પોલીસ બન્યો છે. જોકે, આ જાહેરાતને કારણે લોકોએ અક્ષય કુમારને સો.મીડિયામાં ઘણો જ ટ્રોલ કર્યો છે.
જાહેરાતમાં કન્યા વિદાય પ્રસંગે દુલ્હનને પિતા તરફથી કાર ગિફ્ટમાં મળી છે અને તે કારમાં બેસીને રડે છે. અક્ષય કુમાર દુલ્હનના પિતાને કહે છે કે આ કારમાં છ એરબેગ નથી અને દીકરી રડશે જ. ત્યારબાદ પિતા દીકરીને 6 એરબેગવાળી કાર ગિફ્ટ કરે છે અને દીકરી હસવા લાગે છે. આ વીડિયો યુનિયન મિનિસ્ટર નિતિન ગડકરીએ સો.મીડિયામાં શૅર કર્યો છે. આ જાહેરાતમાં અક્ષય કુમારે દહેજને પ્રમોટ કર્યો હોવાનો આક્ષેપ કેટલાક નેતા તથા સો.મીડિયા યુઝર્સે કર્યો છે.
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીને આ એડ વાંધાજનક લાગી હતી. તેમણે કહ્યું હતું કે દહેજને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોણે આ જાહેરાત પાસ કરી? શું સરકાર સલામતીને બદલે આ જાહેરાતના માધ્યમથી દહેજને પ્રમોટ કરે છે?