Published by : Rana Kajal
ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે બીમાર હોઈએ અથવા આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે આપણે ફળો, શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ. કાજુ, બદામ, કિશમિશ, અખરોટ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટ્સ શરીરને સારી ફિટનેસ આપતા વિટામિન્સ અને મિનરલ્સ સપ્લાય કરે છે. અખરોટનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે માત્ર આપણા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે. અખરોટનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજનું કામ કરે છે.
ઘણા લોકોને દૂધ પીવું ગમતું નથી. ઘણાને લેક્ટોઝ ઇનટૉલેરેંસ હોય છે. આવા લોકો માટે અખરોટનું દૂધ સારો વિકલ્પ છે. અખરોટનું દૂધ આપણા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. ત્યારે અહીં અખરોટના દૂધના કારણે થતા ફાયદા અંગે જાણકારી આપવામાં આવી છે.
મગજનો પાવર વધારે, યાદશક્તિ મજબૂત બનાવે
અખરોટના કારણે મગજની ક્ષમતા વધે છે. ઘણા લોકો સંતાનોની મેમરી વધારવા માટે નાનપણથી જ અખરોટ ખવડાવે છે. અખરોટનું દૂધ આપણી મેમરીને બૂસ્ટ કરે છે. ભૂલી જવાની તકલીફથી પીડાતા લોકોએ અખરોટના દૂધનું સેવન કરવું જોઈએ.
હાડકાં મજબૂત બનાવે, સાંધાના દુ:ખાવામાં રાહત આપે
દૂધમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. ત્યારે અખરોટનું દૂધ સામાન્ય દૂધ કરતા વધુ સારું છે અને તે આપણા હાડકાંને પણ મજબૂત બનાવે છે. અખરોટના દૂધના સેવનથી સાંધાના દુ:ખાવામાં પણ રાહત મળે છે.
હાર્ટને ટનાટન રાખે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
હ્રદયની બીમારીથી પીડાતા લોકો માટે અખરોટનું દૂધ ખૂબ જ ગુણકારી છે. અખરોટમાં કાર્ડીઓ પ્રોટેક્ટિવ તત્વ મળે છે. આ તત્વ હાર્ટની બીમારીમાં રાહત આપે છે. આ સાથે અખરોટનું દૂધ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. આ દૂધનો દરરોજ ઉપયોગ કરનાર વ્યક્તિ અનેક જોખમી બીમારીઓથી બચી શકે છે.
એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપૂર, બીમારી ભગાવે
અખરોટના દૂધમાં ઘણા એન્ટીઓકિસડન્ટ તત્વો જોવા મળે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને તમામ પ્રકારના રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ સાથે તે આપણને ચેપથી પણ બચાવે છે.
કેન્સરનું જોખમ ઘટાડે
અખરોટનું દૂધ કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. અખરોટમાં એન્ટી કેન્સર ગુણ હોય છે અને તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે.
ડાયાબિટીસમાં રાહત આપે, બ્લડ શુગર નિયંત્રણમાં રાખે
ડાયાબિટીસ અસાધ્ય રોગ છે. તમારા આહારમાં ફેરફાર કરીને તેને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. અખરોટનું દૂધ ડાયાબિટીસની તકલીફમાં ખૂબ ફાયદાકારક છે. તેના ઘણા ઔષધીય ગુણધર્મો બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.