Published By : Patel Shital
- વર્લ્ડ રેકોર્ડ બન્યો…
ભાવનગરના ઉજવાતા જન્મદિવસની અનોખી ઉજવણી ને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતા ભાવનગર અને ગુજરાતનાં ગૌરવમાં વધારો થયો છે.
ભાવનગર વિશ્ચનું એક માત્ર એવું શહેર છે જેનો જન્મ દિવસ તેના નગરજનો સ્વયંભૂ ઉજવે છે. એટલું જ નહીં નગરની ઓળખ સાંસ્કૃતિક અને કલાનગરીને સાર્થક કરે છે. જીતુભાઈ વાઘાણીના વિચાર બીજમાંથી બનેલી અને તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના 300માં સ્થાપના દિવસે એટલે કે ગત વર્ષે 2022ના ભાવનગર કાર્નિવલ દરમિયાન પાંચ લાખ લોકોએ ભાગ લઈ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. આ કાર્નિવલ દરમિયાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની યુરોપની ટીમ પ્રત્યક્ષ પરીક્ષણ માટે આવી હતી અને તેમણે આ રેકોર્ડને માન્યતા આપી છે. આ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થતા ભાવનગરના ગૌરવમાં વધારો થયો છે આ એવોર્ડ ભાવનગરના મેયર યુવરાજ ગોંડલ, યુવરાજ કલેકટર કમિશનર, ધારાસભ્ય ગૌતમભાઈ, જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં જન્મોત્સવ સમિતિના સૌને એનાયત કરવામાં આવ્યો હતો.