PM મોદી આજે તા ૧૫ ઓક્ટોબરના રોજ કાયદા મંત્રીઓ અને સચિવોની અખિલ ભારતીય પરિષદને સંબોધશે, આ કાર્યક્રમ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. ગુજરાતના એકતા નગર ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. કોન્ફરન્સ શનિવારે સવારે 10:30 કલાકે શરૂ થશે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે આ ફોરમ ભારતીય કાયદાકીય વ્યવસ્થા સાથે સંબંધિત વિવિધ વિષયો પર ચર્ચાનું સાક્ષી બનશે.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેનો હેતુ ભારતીય કાનૂની અને ન્યાયિક પ્રણાલી સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નીતિ નિર્માતાઓને એક સામાન્ય મંચ પ્રદાન કરવાનો છે. આ પરિષદ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી શકશે. નવા વિચારોનું આદાન-પ્રદાન કરી શકશે અને તેમના પરસ્પર સહયોગમાં સુધારો કરી શકશે એમ જણાવાયુ છે.