Published by : Rana Kajal
ડ્રીમ ગર્લ હેમા માલિની મેટ્રોમાં જણાતા લોકોનાં ટોળા એકઠા કર્યા ગયા હતા …
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિની આ દિવસોમાં કાર અને એરોપ્લેન છોડીને મેટ્રો અને ઓટોમાં મુસાફરી કરતી જોવા મળે છે. હેમા માલિનીએ મુંબઈના ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. પોતાના અલગ અંદાજમાં એક્ટ્રેસ એકલી મેટ્રો સ્ટેશન પહોંચી અને પછી મહિલા કોચમાં બેસીને આગળની મુસાફરી કરી હતી અચાનક હેમા માલિનીને બાજુમાં બેઠેલી જોઈને લોકો વિશ્વાસ કરી શક્યા નહીં. એટલુજ નહી પરંતું મેટ્રોમાંથી નીચે ઉતરીને હેમા માલિનીએ ઘરે પહોંચવા માટે ઓટો લીધી. હેમા માલિનીએ પોતાની સફરને અદ્ભુત ગણાવી હતી…
હેમા માલિનીએ ટ્વીટ કર્યું કે કાર દ્વારા મુંબઈના દહિસર પહોંચવામાં 2 કલાક લાગે છે. આ ખૂબ જ ‘કંટાળાજનક’ જર્ની છે. તેથી મેં કારને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. હું અડધા કલાકમાં જ પહોંચી ગઈ સરસ સફર હતી, મજા આવી’ હેમા માલિનીએ પોતાની સફરના ઘણા વીડિયો અને ફોટો શેયર કર્યા છે. જેમાં તે એસ્કેલેટર પર ચડતી અને મેટ્રો સ્ટેશન પર રાહ જોતી જોવા મળે છે. હેમા માલિનીએ કેરેટ કલરનું શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે. હેમા માલિની સાથે ફેન્સે ફોટા અને વીડિયો જોરદાર શૂટ કર્યા.મેટ્રોમાંથી નીચે ઉતર્યા બાદ હેમા માલિનીએ ઓટોમાં સવારી કરી. હેમા માલિનીએ ઓટોની અંદર બેસીને એક વીડિયો શૂટ કર્યો અને તેને ટ્વિટ કર્યો છે. હેમા માલિનીને આવી રીતે અચાનાક પબ્લિક પ્લેસ પર જોઈને લોકો હેરાન થઈ ગયા હતા.