Home News Update Nation Update અજબગજબ : આગ્રામાં વિદેશી પોપટે પોતાના અસલી માલિકને ઓળખ્યા…

અજબગજબ : આગ્રામાં વિદેશી પોપટે પોતાના અસલી માલિકને ઓળખ્યા…

0

આગ્રામાં પક્ષો એક વિદેશી પોપટને લઈને પોત-પોતાનો અધિકાર જણાવી લડાઇ કરી રહ્યા હતા. આ વિવાદ એટલો વધી ગયો કે મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસ પણ અસલી માલિકને ઓળખવામાં ગૂંચવાઈ ગઈ હતી કે આખરે આ વિદેશી પોપટ કોનો છે?. ત્યારે વિદેશી પોપટે પોતે જ મામલો સંકેલી લીધો હોય એમ લાગી રહ્યુ છે. પિંજરામાંથી બહાર નીકળતા જ પોપટ પોતાની ભાષામાં મમ્મી-પપ્પા બોલીને પોતાના અસલી માલિકની નજીક પહોંચી ગયો હતો. પોપટની સૂઝબૂઝને પગલે પોલીસકર્મી સહિત ત્યા હાજર સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા હ્તા.

આગ્રાનો અજીબોગરીબ કિસ્સો કમલા નગર સ્ટેશનના રહેવાસી બે હાઈ પ્રોફાઈલ પક્ષોનો છે. ત્યા વસતા એક પરિવારને વિદેશી પોપટ પાળવાનો શોખ હતો. તેમણે નજીકના જ રહેવાસી પોતાના પરિચિત અન્ય પક્ષને ત્રણ વર્ષ પહેલા ઓછા રૂપિયામાં વિદેશી પોપટ વેચી દીધો હતો પરંતુ પહેલા વ્યક્તિને કોઈએ જણાવ્યુ કે વિદેશી પોપટની કિંમત તો હજારોમાં હોય છે. તે આ પોપટની વધારે કિંમત અપાવી શકે છે. બસ આ જ લાલચમાં આવીને પહેલો પક્ષ પોપટ માગવા માટે બીજા પક્ષના ઘરે જઈ પહોંચ્યો. જ્યાં બીજા પક્ષે પોપટ આપવાની મનાઈ કરી દીધી હતી અને કિસ્સો શનિવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version