Published by: Rana kajal
દુનિયાના ઘણા વિસ્તારોમાં લીલી શાકભાજીની તંગી જણાઈ રહી છે અનાજ અને શાકભાજીના ઉત્પાદનના સંદર્ભમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. ત્યારે વિદેશોમાં શાકભાજીની ખરીદી પર નિયંત્રણ મૂકવામાં આવેલ છે… ભારત ઘણા દેશોમાં ઘઉં, ચોખા અને શાકભાજીની નિકાસ કરે છે. પરંતુ દરેક દેશની સ્થિતિ ભારત જેવી નથી. ભારતનો પાડોશી દેશ જ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે. અહીં અનાજ અને અન્ય શાકભાજીના ભાવ આસમાને છે. અન્ય દેશોની પણ આવી જ હાલત છે. હવે એક સમૃદ્ધ દેશની આ બાબતમાં ખૂબ જ ખરાબ ચિત્ર સામે આવી રહ્યું છે.
અહીં શાકભાજી કિલોના ભાવે નહીં, પણ સંખ્યામાં મળે છે. તેમની સંખ્યા પણ બહુ મોટી નથી. આવી સ્થિતિમાં સ્થાનિક જનતા ભારે પરેશાન થઈ ગઈ છે. બ્રિટનની સૌથી મોટી સુપરમાર્કેટ Aldi, Morrison, Asda અને Tescoએ શાકભાજીની ખરીદી પર મર્યાદા નક્કી કરી છે. જો કોઈ વ્યક્તિએ આ બજારોમાં જઈને શાકભાજી ખરીદવી હોય તો તેણે નિયત મર્યાદામાં શાકભાજી ખરીદવી પડશે. જો કોઈ વ્યક્તિ નિયત મર્યાદાની બહાર શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરે છે, તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવશે.લોકો બટાકા, ટામેટાં, કાકડી, ડુંગળી, કેપ્સિકમ, ભીંડા, મરચાં અને અન્ય શાકભાજી ખરીદવા સુપરમાર્કેટમાં પહોંચી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સુપર માર્કેટ દ્વારા વિચિત્ર માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, એક ગ્રાહક આ બજારમાં પહોંચીને 2 થી 3 ટામેટાં ખરીદી શકશે. જો બટાકાની જરૂર હોય, તો તે ફક્ત 3 થી 4 જ ખરીદી શકશે. જો કોઈ વ્યક્તિ એક કે બે કિલો બટાકા, ટામેટાં કે અન્ય શાકભાજીની માંગણી કરે તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવશે.બ્રિટનમાં આર્થિક મંદીના કારણે આ સ્થિતિ બની છે.