published by : Rana kajal
ભોલા ફિલ્મમાં અજય દેવગણની દીકરીની ભુમિકા ભજવનાર હિરવા ત્રિવેદી મુળ રાજકોટની વતની છે અને અનેક ટીવી સિરિયલો મા કામ કરી પ્રશંસા પ્રાપ્ત કરી ચૂકી છે.આ નવ વર્ષની દીકરી હિરવા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. ભોલા ફિલ્મમાં હિરવા ત્રિવેદી પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે આ પહેલા હિરવા ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે.
જૉકે ભોલા હિરવાની પહેલી બોલિવૂડ ફિલ્મ છે અને આ પહેલા હિરવાએ ધડકને ધડકને દો, ગમ હૈ કિસી કે પ્યાર મેં, શુભ લાભ, કાશીબાઈ, બાજીરાવ બલાલ જેવી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું છે. હવે તેને ભોલા જેવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે.

હિરવાએ જણાવ્યુ કે જ્યારથી તેને ખબર પડી કે તેને ભોલા ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવી છે ત્યારથી તે ખૂબ જ ઉત્સાહિત હતી અને જ્યારે તે અજય દેવગનને પહેલીવાર મળી ત્યારે તે ખૂબ જ નર્વસ હતી, પરંતુ અજય દેવગનને મળ્યા પછી તેને લાગ્યું કે તે કોઈ સેલિબ્રિટી નહીં પણ એક સામાન્ય વ્યક્તિ સાથે મળી છે. ભોલામાં અજય સાથે કામ કરવાની ખૂબ મજા આવી અને ઘણું શીખવા મળ્યું. ભોલા ફિલ્મમાં હિરવા જ્યોતિ નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે.

જૉકે અભિનયની સાથે સાથે હિરવા પોતાનો અભ્યાસ બગડવા દેતી નથી. જ્યારે પણ તેને શૂટિંગમાંથી સમય મળે છે ત્યારે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. અભિનયની સાથે હિરવાને ગાયન અને લેખનનો પણ શોખ છે. હિરવાની ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે અને તેનો ફેવરિટ હીરો અક્ષય કુમાર છે. હિરવાનું સપનું અક્ષય કુમાર સાથે પણ ફિલ્મ કરવાનું છે. હિરવાએ કહ્યું કે તે જલ્દી જ આલિયાને મળશે. ભવિષ્યમાં તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને તેના માટે સખત મહેનત કરતી રહેશે.