Published by : Rana Kajal
ઉત્તરપ્રદેશ
માત્ર અઢી ફુટની ઉંચાઈ ધરાવતા અજીમ મિયા પોતાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોલાવવા માંગે છે. ઉત્તરપ્રદેશના કેરાના ના રહેવાસી અજીમ મન્સૂરી માત્ર બે ફૂટ છ ઇંચની ઉંચાઈ ધરાવે છે.ઘણા લાંબા સમયથી તે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો. આખરે તેની ઈચ્છા પુર્ણ થઈ છે. હાપૂડની બુશરા સાથે તેના લગ્ન થશે અજીમની ઈચ્છા છે કે તેના લગ્નમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આવે તેવી ઈચ્છા અજીમ ધરાવે છે.