Home Ahmedabad અતિક  ને સાબરમતી જેલ અમદાવાદ થી પ્રયાગરાજ લઈ જવાં કરાતો જંગી ખર્ચ…...

અતિક  ને સાબરમતી જેલ અમદાવાદ થી પ્રયાગરાજ લઈ જવાં કરાતો જંગી ખર્ચ… સડક માર્ગે અતિકની મુસાફરી વધુ મોંઘી સાબીત થઈ…

0

Published By:- Bhavika Sasiya

અતિક અહેમદને સડક માર્ગે સાબરમતી જેલ અમદાવાદ થી પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ લઇ જવા માટે જંગી ખર્ચ કરવામાં આવી રહયો છે….
અતીક અહેમદને લાવવા માટે 37 પોલીસકર્મીઓ સાથે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ વાહનોને પ્રયાગરાજથી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ વાહનોમાં અતિક અહેમદને પ્રયાગરાજ સુધી 1275 કિલોમીટરની યાત્રા પર નીકળ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકાર સાબરમતી જેલમાંથી અતિક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે 10 લાખ કરતા વધુ રૂપિયા ખર્ચી રહી છે. અતિક ને લાવવા અને લઈ જવા માટે તૈનાત 37 પોલીસકર્મીઓના પગાર પ્રમાણે 4 લાખ રૂપિયા અને મોંઘવારી ભથ્થું 2 લાખ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. આ સિવાય અતિક ને લાવવા માટે લગભગ 3 લાખ રૂપિયાનું ડીઝલ વપરાઇ જાય છે
પોલીસ વાનનું સરેરાશ માઈલેજ 5 કિમી/લીટર છે. આ મુજબ વન-વે મુસાફરી માટે પોલીસ વાનમાં 255 લિટર ડીઝલ ભરાવવુ પડે છે, જેની કિંમત 25,000 રૂપિયા જેટલી થાય છે. હવે બે પોલીસ વાન ગઈ હોવાથી એક બાજુનો ખર્ચ 50,000 રૂપિયા થશે. પ્રયાગરાજથી આ વાહન સાબરમતી જાય છે, પછી સાબરમતી જેલથી પ્રયાગરાજ આવે છે, પછી પ્રયાગરાજથી સાબરમતી જશે અને પછી સાબરમતીથી પ્રયાગરાજ આવશે. એટલે કે બંને વાહનો ચાર ફેરા કરશે.
બંને પોલીસ વાનમાં જ રૂ.2 લાખનું ડીઝલ ભરાય છે. એ જ રીતે બે વાહનો પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા છે. વાહનની સરેરાશ માઇલેજ 12 કિમી/લિટર છે. એટલે કે વન-વે મુસાફરી માટે 107 લિટર ડીઝલ પોલીસ એસ્કોર્ટમાં મૂકવું પડે છે, એટલે કે તેની કિંમત લગભગ 10,000 રૂપિયા થાય છે. પોલીસ વાનની જેમ તેને પણ ચારેકોર ફરવું પડશે. એટલે કે, બંને પોલીસ એસ્કોર્ટ વાહનોની મુસાફરીનો ખર્ચ આશરે 80 હજાર રૂપિયા છે.
સાથેજ અતિક અહેમદના પરિવહનમાં સામેલ 37 પોલીસ કર્મચારીઓમાં એક સીઓ, એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, 6 ડ્રાઈવર, 4 હેડ કોન્સ્ટેબલ અને 23 કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક અતિકને લાવવા અને લઈ જવાના બદલામાં, આ પોલીસકર્મીઓને રૂ. 6 લાખ (પગાર + મોંઘવારી ભથ્થું) ચૂકવવા પડશે. પ્રયાગરાજ પોલીસની સુરક્ષા ઉપરાંત અલગ-અલગ પોલીસ ટીમો તૈનાત છે. અતીક અહેમદને એકવાર ફરી સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવામાટે ઉત્તરપ્રદેશ સરકારને લાખોનો ખર્ચ કરવો પડે છે હવે સવાલ એ થાય છે કે યુપી સરકાર અતિક અહેમદને લાવવા પાછળ આટલો ખર્ચ કેમ કરી રહી છે? કેટલાક લોકોનું માનવું છે કે પોલીસ લોકોના મનમાં બેઠેલા અતિકનો ડર દૂર કરવા માંગે છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version