Home International અતીક અને અશરફની હત્યાના બનાવ બાદ હવે રાજકારણીઓ મેદાનમાં…

અતીક અને અશરફની હત્યાના બનાવ બાદ હવે રાજકારણીઓ મેદાનમાં…

0

Published By : Patel Shital

  • કેટલા કે યોગી સરકારની આકરી ટીકા કરી તો કેટલા કે બચાવ કરવાનો પ્રયાસ કર્યો…

અતીક અને અશરફની હત્યાના બનાવના પગલે હવે તમામ રાજકીય પક્ષો પોત પોતાનો અભિપ્રાય તેમજ પક્ષની નીતી મુજબ આક્ષેપો કરી રહ્યા છે અલબત્ત કેટલા કે યોગી સરકારનો બચાવ પણ કર્યો હતો. જેથી રાજકારણ ગરમાયું હતું.

જે સમયે અતીક અહેમદ અને અશરફ માર્યા ગયા તે સમયે તેઓ મિડિયાના કેમેરા સામે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. પોલીસની હાજરીમાં કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો. બંનેને હથકડી પહેરાવવામાં આવી હતી આતિકને માથામાં ગોળી વાગી હતી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

એન્કાઉન્ટર શાસનની ઉજવણી કરનારાઓ પણ આ હત્યા માટે જવાબદાર છે એમ AMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતુ. અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેમને હથકડી પહેરાવવામાં આવી હતી. જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ આ હત્યા માટે જવાબદાર છે. જે સમાજમાં હત્યારાઓ હીરો હોય તે સમાજમાં કોર્ટ અને ન્યાયની વ્યવસ્થા શું કામના ? આ લોકોને આતંકવાદી ન કહેવાય તો શું કહેવાય ? આ લોકોએ બેફામ ગોળીબાર કર્યો હતો. તેઓ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસ અને મિડિયાની હાજરીમાં હત્યા કરાઇ.

જો કે યુપી સરકારમાં જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે પાપ અને પુણ્યનો હિસાબ આ જન્મમાં જ થાય છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી CM દિનેશ શર્માએ જણાવ્યુ કે જે રીતે અતીકની હત્યા કરવામાં આવી તેની  નિંદા કરીએ છીએ. આ તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે યુપી સરકાર ગુન્હાખોરી પર અંકુશ લગાવવા માટે પ્રતિબદ્ધ છે.

જયારે કોંગ્રેસના નેતા શ્રીનિવાસે કહ્યું કે યુપી પોલીસે એક પણ ગોળી કેમ ચલાવી નથી ? તો

યુપીના નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે યોગી સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયએ ટ્વિટ કર્યું કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે રાક્ષસોનો વધ થાય છે ત્યારે પૃથ્વીનું વજન ઓછું થાય છે.

સપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ યોગી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે ખોટા એન્કાઉન્ટરો કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુન્હેગારોને બક્ષવામાં નહીં આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version