Published By:-Bhavika Sasiya
ઝીગાના પિસ્તોલ ની કિંમત રૂ 5 લાખ…
અતીક અને અશરફ ની હત્યા અંગે ઍવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઇએ હત્યારાઓને સોપારી આપી હતી આવી શંકા પાછળ મુખ્ય કારણ એ છે કે અતીક અને અશરફ ની હત્યાના બનાવમાં મેડ ઇન તુર્કી ‘ઝીગાના’ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૉકે આ પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત છે અને તેની કિંમત રૂ 5 લાખ છે મીડિયા અને પોલીસની હાજરીમાં હત્યા કરી નાખવામાં આવી છે. મીડિયાકર્મી બની આવેલા હત્યારાઓએ મીડિયા કેમેરાની ફ્લેશ લાઇટમાં એક પછી એક 18 રાઉન્ડ ફાયર કરી અતીક અને તેના ભાઈ અશરફનું ઢીમ ઢાળી દીધું હતું.