Published by : Vanshika Gor
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને કાલ્વિન હોસ્પિટલ લઈ જતી વખતે દાખવવામાં આવેલી લાપરવાહીના મામલે પ્રયાગરાજ પોલીસે બુધવારે કડક કાયર્વાહી કરી હતી. શાહગંજના સ્ટેશન ઈન્ચાર્જ અશ્વની સિંહ, ધૂમનગંજ સ્ટેશન હેઠળ આવતી ચોકીના ઈન્ચાર્જ નીવાં પ્રીત પાંડે, એએસઆઈ શિવ પ્રસાદ મૌર્ય તથા કોન્સ્ટેબલ જયમેશ કુમાર અને સંજય પ્રજાપતિને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ અધિકારીએ આ કાર્યવાહી એસઆઈટીના રિપોર્ટના આધારે કરી હતી.
15 એપ્રિલની રાતે માફિયા અતીક અહેમદ અને અશરફને લઈને પોલીસ કાલ્વિન હોસ્પિટલે મેડિકલ ચેકઅપ કરાવવા પહોંચી હતી. તેમની સુરક્ષામાં ધૂમનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ મૌયા સહિત 19 પોલીસકર્મીઓને તહેનાત કરાયા હતા. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની જવાબદારી હતી કે તે માફિયા પહોંચે તે પહેલા એરિયામાં સ્થિત હોસ્પિટલની આજુબાજુની સુરક્ષાની વ્યવસ્થા ચકાસે પણ સુરક્ષામાં ચૂક અને બેદરકારીને કારણે અતીક અહેમદ અને અશરફની ગોળી મારી હત્યા કરી દેવાઈ.