- સગીરાએ શિશુને જન્મ આપતા નવજાતને કૂવામાં નાખી દીધું…
રાજકોટના પડધરીના ઉકરડામાં કુવામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં અરેરાટી મચી ગઈ હતી…સગીરાએ બાળકને જન્મ આપી કૂવામાં ત્યજી દીધો હતો… રાજકોટ ફાયર બ્રિગેડની મદદથી કુવામાંથી મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો. તપાસમાં ખુલ્યું હતું કે, એક 16 વર્ષની સગીરાએ શિશુને જન્મ આપતા સગીરા અને તેના પરિવારના સભ્યોએ નવજાતને કૂવામાં નાખી દીધું હતું. આ સગીરા ઉપર કોણે દુષ્કર્મ આચર્યું તે મામલે તપાસ હાથ ધરાઈ હતી મળતી વિગત મુજબ, ઉકરડા ગામે કૂવામાં નવજાત શિશુનો મૃતદેહ તરતો દેખાયો હતો. જેથી વાડી માલિકે સુરેશ પટેલે પોલીસને જાણ કરતા પડધરી પીએસઆઈ એમ.એચ. યાદવ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. આ બાબતે પોલીસે તપાસનો આરંભ કર્યો છે.