Published By : Parul Patel
દર વર્ષે 23મી એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાંચનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. યુવા વાચકોને પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરીને વાંચન સંસ્કૃતિ કેળવવાનો અદાણી ઉત્થાન પ્રોજેક્ટનો અનેક પૈકી એક ઉદ્દેશ છે.
આ વર્ષે પુસ્તક દિવસ ૨૩ એપ્રિલે રવિવાર હોવા છતાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની લખીગામ, લુવારા, અંબેઠા, દહેજ, સુવા, રહીયાદ, અટાલી, વેંગણી, કલાદરાની દસ પ્રાથમિક શાળામાં પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 2465 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું. પુસ્તકના વિવિધરંગી ટેગ બનાવ્યા હતા. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને આવનારા વર્ષમાં 25 થી 50 પુસ્તકો વાંચવાના શપથ લેવડાવ્યા હતા.
વિદ્યાર્થીઓએ લેવામાં આવેલી શપથ પણ રસપ્રદ હતી જેમાં વાંચન અને પુસ્તકનો મહિમા હતો. દરેક વિદ્યાર્થી અભ્યાસ સિવાયના પુસ્તકોનું વાંચન કરે એ માટે પ્રોત્સાહક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ પુસ્તકના કવર પેજને ડિઝાઇન કરીને સજાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા વર્ષ 2022-23માં દસ સરકારી શાળાઓમાં 2000 જેટલા અલગ અલગ પુસ્તકનું વિતરણ કર્યું છે. કલાદરા અને કોળીયાદની શાળામાં લાઈબ્રેરી કોર્નર વિકસાવવા કબાટનો સહયોગ કરવામા આવ્યો હતો.