Home News Update Nation Update અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર પહેલી વાર બોલ્યા અમિત શાહ…

અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર પહેલી વાર બોલ્યા અમિત શાહ…

0

Published by : Anu Shukla

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટે એક મોટા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. જે બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ પક્ષપાત અને ક્રોની મૂડીવાદનો આરોપ લગાવ્યો છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ભાજપનું ફેવર મળવાના કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ મામલામાં છુપાવાનું કે ડરવાની કોઈ વાત નથી. અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં સંજ્ઞાન લીધું છે. કેબિનેટના સભ્યો હોવાના નાતે આ સમયે આ મુદ્દા પર મારે કંઈ બોલવું યોગ્ય નથી. હિંડનબર્ગ-અદાણી વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટી પર વિપક્ષના સતત પ્રહારોની વચ્ચે અમિત શાહે મૌન તોડ્યું છે.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટે એક મોટા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. જે બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ પક્ષપાત અને ક્રોની મૂડીવાદનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દા પર સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે આ સમગ્ર મામલામાં સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માગ કરી છે. જ્યારે ભાજપે આ મામલામાં વિપક્ષના તમામ પ્રહારનો વળતો જવાબ આપ્યો છે. અદાણી વિવાદ સહિત કેટલાય મુદ્દા પર વિપક્ષી નેતાઓએ સંસદની કાર્યવાહીમાં વારંવાર અડચણો ઊભી કરી છે.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપ દ્વારા સંસ્થાઓ પર કબ્જો કરવાના આરોપ વિશે પુછતા શાહે કહ્યું કે, તેમના આ મુદ્દાને જોતા કોર્ટ જવું જોઈએ કે કોર્ટ ભાજપના પ્રભાવમાં નથી. શાહે જણાવ્યું કે, કોર્ટ અમારા કબ્જામાં નથી, તેઓ કોર્ટમાં કેમ નથી જતાં? ત્યાં સુધી કે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે પણ મેં કહ્યું હતું કે, પુરાવા સાથે કોર્ટમાં જાઓ. તે ફક્ત હોબાળો કરવાનું જાણે છે. જે લોકોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કોર્ટે પેગાસસનું સંજ્ઞાન લીધું અને નિર્ણય પણ આપ્યો, તપાસ પણ કરવામાં આવી હતી.

એવું પુછાતા કે હિંડનબર્ગનો રિપોર્ટ અને બીબીસીની ડોક્યુમેન્ટ્રી કોઈ ષડયંત્ર છે. અમિત શાહે કહ્યું કે, હજારો ષડયંત્રો સત્યને નુકસાન પહોંચાડી શકતા નથી. સત્ય સૂરજની માફક ચમકે છે. તેઓ તો 2002થી પીએમ મોદી વિરુદ્ધ આવું કરી રહ્યા છે. દર વખતે તેઓ વધારેને વધારે મજબૂત અને લોકોની વચ્ચે વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરીને ઊભરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version