Home Top News Life Style અધધ…નાના ભૂલકાઓ અને તેમનું સ્કૂલ બેગ…કેટલું વજન ઊંચકી શકે છે તમારું બાળક…શું...

અધધ…નાના ભૂલકાઓ અને તેમનું સ્કૂલ બેગ…કેટલું વજન ઊંચકી શકે છે તમારું બાળક…શું છે નિયમો…

0

સ્કૂલ જતાં બાળકોને તમે જોયા જ હશે….આપણને દયા આવે તેમને જોઈને, તેમનું બેગ ઊંચકીને જતાં હોય અને ખભા ઝુકી જતા હોય. બાળકો બેગ અને ટીચરોના લીધે કંઈક એવી રીતે થાકી જતા હોય છે કે ભણવાનું પણ મન નથી થતું બાળકોને…ભારત સરકારે બાળકોનો આ બોજ ઓછો કરવા સ્કૂલ બેગ પોલિસી તૈયાર કરી છે. બાળક કેટલું વજન ઊંચકી શકશે એમના બેગમાં તેનો નિર્ણય બાળકના વર્ગ અને વજન પ્રમાણે લેવામાં આવશે. નેશનલ સ્કૂલ બેગ પોલિસી લાગુ થવાથી બાળકોને ઘણી રાહત મળશે. તેમના પર વધારાના પુસ્તકો કે કોપીઓનું વજન ઓછું થશે અને દબાણ નહીં આવે.

સ્કૂલ બેગ પોલિસી કેવી હોવી જોઇએ ? સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના પોતાના વજનના 10 ટકાથી વધારે ના હોવું જોઇએ.

સ્કૂલ બેગ પોલિસી અંતર્ગત પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી ધોરણના બાળકો માટેના નિયમો

નેશનલ સ્કૂલ બેગ પોલિસી મુજબ, પ્રી પ્રાઇમરીમાં ભણતા બાળકોએ પોતાની સ્કૂલ બેગ રાખવાની જરૂર નથી. જે બાળકો પ્રથમ અને બીજા વર્ગમાં ભણતા હોય તેઓ માત્ર 1.6 થી 2.2 કિગ્રા મહત્તમ વજનની બેગ લઈ જઈ શકશે.

6 થી 8 ધોરણના બાળકો માટેના નિયમો

જે બાળકો 6 થી 8 ધોરણમાં ભણતા હોય. તેમણે વધુમાં વધુ 2 થી 3 કિગ્રાની બેગ પોતાની સાથે શાળાએ જઈ શકશે. આ સાથે જો કોઇનું વજન 25 થી 40 કિલોની વચ્ચે હોય, તો તેઓ તેમની સાથે 2.5 થી 4 કિલોની બેગ શાળાએ લઈ જઈ શકે છે.

9 થી 12 ધોરણના બાળકો માટેના નિયમો

ધોરણ 9 થી 12 માં ભણતા બાળકો તેમની સાથે 2.5 કિલોથી 5 કિલો વજનની બેગ લઈ જઈ શકે છે. ધોરણ 9 અથવા 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેગનું વજન 2.5 કિગ્રાથી 4 અથવા 5 કિગ્રા સુધી રહેશે. ધોરણ 11 અથવા 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું 3.5 થી 5 કિલો વજન વાળું બેગ લઇ જઇ શકશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version