Published By:-Bhavika Sasiya
પવિત્ર અધિક માસ દમિયાન નવસારી જિલ્લાના મરોલી સ્થિત રણછોડરાય મંદિર ખાતે ઘન પારાયણનું આયોજન કરાયું.
અધિક્સય અધિકમ ફ્લમ એટલે અધિક માસમાં કરાયેલ પ્રભુભક્તિ અનેક ઘણું ફળ આપે છે ત્યારે અધિકમાસમાં રાષ્ટ્રના જનકલ્યાણ તેમજ સુચિત પાઠશાળાના પ્રારંભ નિમિત્તે ‘વેદોખિલો ધર્મ મૂલમ્’ના સુત્રને સાકાર સ્વરુપ આપતા શુકલ યજુર્વેદ માધ્યદિન શાખાનાં ઘન પારાયણનું આયોજન ગુજરાત સરકારના માજી મંત્રી અને મરોલી સ્થિત રણછોડરાય ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ખુમાનસિંહ વાંસિયની પ્રેરણા અને મારગદર્શન હેઠળ મરોલી સ્થિત રણછોડરાય મંદિરના પરિસરમાં કરાયું છે.

આ પારાયણ એક અદ્ભૂત ધાર્મિક કાર્યક્રમ બની રહ્યો છે. જેનો આસપાસ અને ભરૂચના અનેક વેદ પ્રેમીઑ લાભ લેવા છેક ઉભરાટ નજીક ના મરોલી ગામે રોજે રોજ મુલાકાત લઈ રહ્યા છે. શનિવારે ભરૂચથી ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠકકર, મકતમપુર સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા, નરેન્દ્રસિંહ બાપુ સહિતના આગેવાનો એ આ ઘન પરાયનના શ્રવણ નો લાભ લીધો હતો. આ પારાયણનો 16 મી ઓગસ્ટને બુધવારે બપોરે સમાપન થશે..