બોલિવૂડમાં પોતાની એક્ટિંગ, હોટનેસ અને ક્યૂટનેસ માટે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે હવે ટૂંક સમયમાં OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ઘણીવાર તેની સ્ટાઈલ અને ફેશનને કારણે ચર્ચામાં રહે છે. અનન્યા પાંડે હવે તેની અભિનય કુશળતા સાબિત કરવા માટે OTT પર ઉતરી રહી છે. ટૂંક સમયમાં તે એક સિરિયલમાં જોવા મળવાની છે. ફેન્સ અનન્યાના OTT ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અનન્યા પાંડે જોવા મળશે આ વેબ સિરીઝમાં અનન્યા દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી સિરીઝનો એક ભાગ હશે. આ વેબ સિરીઝનું નામ ‘Call Me Bae’ હશે. જેની સાથે અનન્યા તેના OTT ડેબ્યૂ કરશે. તમને જણાવી દઈએ કે કરણ જોહરે અનન્યા પાંડેને તેની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી લોન્ચ કરી હતી અને હવે કરણ જોહર અનન્યા પાંડેને OTT પર લોન્ચ કરવાનો છે.
અનન્યા પાંડે અરબપતિ ફેશન આઇકોન બનશે. જે એક કૌભાંડ બાદ તેના પરિવાર દ્વારા પોતાનાથી દુર થઈ ગઈ છે. જો કે આ સિરીઝમાં ઘણા ફની ટ્વિસ્ટ પણ જોવા મળશે. ‘કોલ મી બે’ સિરીઝના દિગ્દર્શનની જવાબદારી કોલિન ડી’કુન્હા સંભાળી રહ્યા છે. આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે અનન્યા પાંડેની આગામી વેબ સિરીઝ ‘Call Me Bae’ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે. આ સિરીઝ લગભગ પૂરી થઈ ગઈ છે અને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે દર્શકો માટે રિલીઝ થશે.