Home World અનિયંત્રિત ચાઈનીઝ રોકેટનો કાટમાળ પૃથ્વી પર પાછો પડ્યો : યુએસ સ્પેસ કમાન્ડ

અનિયંત્રિત ચાઈનીઝ રોકેટનો કાટમાળ પૃથ્વી પર પાછો પડ્યો : યુએસ સ્પેસ કમાન્ડ

0

યુએસ સ્પેસ કમાન્ડે કહ્યું કે, અનિયંત્રિત ચાઈનીઝ રોકેટનો કાટમાળ પૃથ્વી પર પાછો પડ્યો છે. તેમણે કહ્યું કે રોકેટનો 23 ટન કાટમાળ પ્રશાંત મહાસાગરમાં પડ્યો છે. અગાઉ અવકાશ નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે રોકેટનો કાટમાળ ક્યાં પડશે તેની કોઈ માહિતી નથી. નિષ્ણાતોએ કહ્યું હતું કે જો કાટમાળ પૃથ્વી પર પડશે તો તેનાથી નુકસાન થશે. જો કે, સ્પેસ કમાન્ડે કહ્યું કે ચીનનું રોકેટ લોંગ માર્ચ 5B CZ5B દક્ષિણ-મધ્ય પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં લેન્ડ થયું છે.

બે વર્ષમાં આ ચોથી વખત છે, જ્યારે ચીનનું મોટું રોકેટ બેકાબૂ રીતે પૃથ્વી પર પડ્યું છે. આને લઈને અવકાશ જગતના નિષ્ણાતોમાં ચિંતા ઉભી થઈ છે. ચાઇના મેનેડ સ્પેસ એજન્સી (CSMA) એ 31 ઓક્ટોબરે તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર ત્રીજું લોંગ માર્ચ-5B હેવી-લિફ્ટ રોકેટ લોન્ચ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, અગાઉ કહેવામાં આવ્યું હતું કે ચીની રોકેટનો કાટમાળ 5 નવેમ્બરના રોજ લગભગ 12 વાગ્યે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી શકે છે. જો કે આ રોકેટનો કાટમાળ ક્યાં પડવાનો હતો તે જાણી શકાયું ન હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version