Published by : Vanshika Gor
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભીડ‘નું બ્લેક એન્ડ વ્હાઈટ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 24 માર્ચેથી સિનેમાઘરોમાં જોવા મળશે. ફિલ્મ ‘ભીડ’માં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ભૂમિ પેડનેકર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
ફિલ્મ ‘ભીડ’ની કહાની 2020માં ભારતમાં કોરોનાના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મ ‘ભીડ’ના ટ્રેલરની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીની એ ઘોષણાથી થાય છે જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન થવા જઈ રહ્યું છે. આ ટ્રેલર તમને એ સમયમાં પાછો લઈ જશે જ્યાં આપણે બધાએ કોરોના વેવ પછી લોકડાઉનની પીડા સહન કરી હતી.
આ ફિલ્મમાં ઘણી એક છોકરીને તેના પિતા દ્વારા સાયકલ પર તેના ઘરે લઈ જવાની ઘટના અને તબલીગી જમાત દ્વારા કોરોના જેહાદનો એંગલ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘ભીડ’માં અનેક માનવીય અને બિન માનવીય પાસાઓ દર્શાવવામાં આવ્યા છે. આ ટ્રેલર ભારતમાં લોકડાઉન વચ્ચે સ્થળાંતર કરી રહેલા મજૂરો, કામદારો અને ગરીબથી લઈને અમીર વ્યક્તિના સંઘર્ષની ઝલક દર્શાવવામાં આવી છે.
અનુભવ સિંહા દ્વારા નિર્દેશિત ફિલ્મ ભીડમાં રાજકુમાર રાવ, પંકજ કપૂર, ભૂમિ પેડનેકર, દિયા મિર્ઝા અને આશુતોષ રાણા જેવા ઘણા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સાથે વીરેન્દ્ર સક્સેના, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા અને કરણ પંડિત પણ ફિલ્મ ભીડમાં જોવા મળશે. આ ફિલ્મ 24 માર્ચેથી સિનેમાઘરોમાં જોવા મળશે.