બુધવારે બેડી યાર્ડમાં જીરુંના ભાવે રૂ. 5200ની સપાટી કુદાવી હતી. એક મણ જીરુંનો ભાવ રૂ. 5250 રહ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી વધૂ ભાવ છે. જીરુંનો ઓલટાઈમ ભાવ હાઈ રહેતા ખેતીથી લઇને સ્થાનિક બજારમાં તેની અસર જોવા મળશે. તે બાબત નક્કી છે જીરુંના અગ્રણી વેપારી અમિત ભોજાણીના જણાવ્યાનુસાર જીરુંના ઉત્પાદનમાં ભારતમાં રાજસ્થાન અને ગુજરાતનો મહત્ત્વનો હિસ્સો સાબિત થતો હોય છે.આ વર્ષે વાતાવરણને કારણે ગુજરાતમાં જીરુંનું 30 ટકા ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના છે. જ્યારે રાજસ્થાનમાં ઉત્પાદનની ટકાવારી 95 ટકા રહે તેવું ચિત્ર હાલમાં છે. જોકે છેલ્લા ત્રણ વર્ષનું ભારતમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ દૈનિક 20 હજાર બોરીનું રહ્યું છે. તેથી ઉત્પાદન ઓછું હોવાને કારણે માગ સામે સપ્લાય ઓછી રહે અને 10 લાખ બોરીની ઘટ રહે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. જીરુંનો ભાવ વધતા એડવાન્સમાં ખરીદી થવા લાગી છે. આમ, આગોતરા વાવેતર બાદ હવે આગોતરા વેપાર પણ થવા લાગ્યા છે.યાર્ડમાં અત્યાર સુધીનો ઓલટાઇમ હાઈ ભાવ છે. આટલો ભાવ ક્યારેય નથી પહોંચ્યો. અત્યારે જે આવક થાય છે તે જૂના માલની છે. ભાવ ઊંચકાતા વેપારીઓએ જે ગોડાઉનમાં માલ રાખ્યો હતો તેનો પણ નિકાલ કરી રહ્યા છે. બેડી યાર્ડએ જણસીની દૃષ્ટિએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ ગણી શકાય જીરુમાં અત્યારે સૌથી હાઇએસ્ટ ભાવ છે. હજુ ભાવ વધે તેવી સંભાવના નથી. હોલસેલમાં રૂ.280નું કિલો અને છૂટક બજારમાં તેનો ભાવ રૂ. 300થી 310 સુધીનો છે. જોકે ભાવવધારા માટે વાવેતર, ઉત્પાદન, ડિમાન્ડ, એક્સપોર્ટ વગેરે પરિબળો કામ કરશે. આમ વેપારીઓ અત્યારે જે ભાવ ચાલુ છે તે જ ભાવને ધ્યાનમાં રાખીને ઓર્ડર લઇ રહ્યા છે અને નોંધાવી રહ્યા છે.
અનેરું આયોજન અને આગોતરો વેપાર…. જીરુંનો ભાવ વધુ રહેતા એડવાન્સ ખરીદી કરાઇ, 10 લાખ બોરીની ઓછી સપ્લાયનો અંદાજ ….
RELATED ARTICLES




