- ઇર્ષ્યા માત્ર મનુષ્યમાં નહિ મૂંગા પશુઓમાં પણ હોય….
ઈર્ષ્યા માત્ર મનુષ્યમાં હોય તેમ નથી મૂંગા જાનવરોમાં પણ જોવા મળે છે. મૂંગા જાનવર પણ પોતાની ફિમેલ સાથે હરતી ફરતી વખતે કોઈની દખલગીરી પસંદ નથી કરતા અને આવો જ એક કિસ્સો ગીરના જંગલોમાં જોવા મળ્યો જયારે બે સિંહ સામસામે આવી ગયા. પ્રવાસીઓએ બે સિંહો વચ્ચેની લડાઈનો અદભુત વિડીયો કચકડે કંડાર્યો હતો.
ગીરના જંગલોમાં પાતુરણ વિસ્તારમાં એક સિંહ પોતાની સિંહણ સાથે ફરી રહ્યો હતો ત્યાં અચાનક અન્ય એક સિંહ આવી ચઢ્યો હતો. જે જોઈ મેલ સિંહ અન્ય સિંહ સામે તડૂક્યો હતો. અને ગર્જના કરી હતી. બંને સિંહો એક બીજા સાથે લડાઈ કરી રહ્યા હતા. જો કે ત્યાંથી સિંહણ પસાર થતા લડાઈ બંધ થઇ હતી અને અન્ય સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. પોતાની જીત થતા સિંહે જોરથી ગર્જના કરી હતી અને જંગલ ગુંજાવી દીધું હતું. ગીરના પ્રવાસીઓ આ વખતે સાવજને જોવા માટે નીકળ્યા હતા જેઓએ આ અદભુત ઘટના કચકડે કંડારી લીધી હતી. અને આ અદભુત નજારાને માણ્યો હતો. કુદરતનો આ કરિશ્મો અને બે સાવજ વચ્ચેનો ભાગ્યે જોવા મળતી લડાઈ જોઈ પ્રવાસીઓ આનંદિત થઇ ઉઠ્યા હતા.