Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDharmik Newsઅનોખી ઑફર… પ્રવચન સાભળો અને પૈસા મેળવો…

અનોખી ઑફર… પ્રવચન સાભળો અને પૈસા મેળવો…

Published By:-Bhaviak Sasiya

  • મુંબઈના જૈન યુવક મંડળની અનોખી પહેલ…
  • સમાજમાં અને ખાસ કરીને યુવાનો ધર્મને સમજે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રવચનનુ શ્રવણ કરો અને નાણાં મેળવો. નુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે…

ચાતુર્માસ દરમ્યાન ચાલવાથી થતી જીવ હિંસા અટકાવવા માટે જૈન સાધુ અને સાધ્વીજી ભગવંતો ચાતુર્માસમાં પોતાની વિહારયાત્રા અટકાવતા હોય છે. તેઓ આ સમયે શ્રી સંઘ સંચાલિત વ્યવસ્થાઓના આવાસ સ્થાનો એટલે કે ઉપાશ્રય કે ધર્મશાળામાં રોકાતાં હોય છે. ચાર મહિના એક જ સ્થાને સ્થાયી થઈને સ્થાનિક શ્રાવક – શ્રાવિકાઓને ધર્મ આરાધનાનો લાભ આપતા હોય છે. સોનામાં સુગંધ ભળે એમ આ વખતે તો અધિક માસ પણ છે.
શ્રાવક-શ્રાવિકાઓને આરાધનામાં આગળ વધારવામાં સૌથી પ્રબળ નિમિત્ત એટલે જિનવાણી શ્રવણ. જિનવાણી શ્રવણ એટલે કે ધર્મોપદેશ જેને પ્રવચન કે વ્યાખ્યાનના નામે પણ ઓળખવામાં આવે છે.

આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં, ખાસ કરીને યુવાનો, અધ્યાત્મિક છતાં એકદમ વ્યવહારિક એવી જિનવાણીનું શ્રવણ કરવાને પ્રાધાન્ય આપતા નથી, તે સહુમાં જિનવાણી શ્રવણનો રસ તથા રુચિ જાગે તે હેતુથી મુંબઈ બોરિવલીના શ્રી સમકિત જૈન રિલિજીયસ ટ્રસ્ટે સમકિત શ્રવણ સેતુ ના નામે આ અનોખી પહેલ શરૂ કરી છે.
આ પહેલ અંતર્ગત તા. 02 જુલાઈ 2023 થી 26 નવેમ્બર 2023 સુધી આ કુલ 148 દિવસના સમયગાળા દરમ્યાન વધુમાં વધુ સમય જિનવાણીનું શ્રવણ કરીને કુલ સમય નોંધાવવાનો છે. આપ આપની નજીક રહેલા આપના સ્થાનિક ધર્મસ્થાનમાં જઈને જિનવાણી શ્રવણ કરી શકો છો. ઓછામાં ઓછું 50 કલાકનું જિનવાણી શ્રવણ આ પાંચ મહિનાના ચાતુર્માસમાં કરનાર દરેક આરાધકમાંથી લકી ડ્રોના માધ્યમે સૌ પ્રથમ વિજેતાને ₹ 5 લાખ અર્પીને સન્માનિત કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત સૌથી વધારે જિનવાણીનું શ્રવણ કરનાર ટોપ 20 આરાધકોનું અંદાજે ₹ 10 લાખના પુરસ્કારો દ્વારા સન્માન કરવામાં આવશે. તે સિવાય કુલ 60 થી વધુ લકી ડ્રો દ્વારા ₹ 22 લાખથી વધુના પુરસ્કારો અને આયોજનમાં ભાગ લઈ 50 કલાકથી વધુ જિનવાણી શ્રવણ કરનાર દરેક આરાધકનું ₹ 1000 સુધીની ઉચિત ભેટ દ્વારા સન્માન કરવામાં આવશે.

આ દિવસો દરમ્યાન કેટલા દિવસ વ્યાખ્યાન સાંભળ્યું તે નહીં પણ કેટલો સમય સાંભળ્યું તે ગણવામાં આવશે. ખાસ વાત તો એ છે કે ભાગ લેનારે ખૂબ પ્રામાણિક પણે કુલ જિનવાણી શ્રવણનો સમય નોંધાવવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security