Published By : Parul Patel
અબોલ જીવોની સેવામાં ભરૂચની અગ્રેસર જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને એનિમલ એમ્બ્યુલન્સની સેવાર્પણ કરતો કાર્યક્રમ યોજાયો.
તા. 13 ઓગસ્ટ ને રવિવારે સવારે મનન સ્મૃતિ સભાખંડ ખાતે ધોરાજી ના રેહવાસી રંજનબહેન હરિદાસ ચોરેરા દ્વારા અપાયેલ અનુદાન માથી પ્રાણીમાત્રની સેવા એજ પ્રભુસેવા” ઉક્તિને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે અનાથ-અબોલ પશુ-પક્ષીઓની ત્વરિત સારવાર-ચિકિત્સા-સેવામાં સહાયરૂપ એવમ્ સુવિધાયુક્ત એનિમલ એમ્બ્યુલન્સ વાનને સેવામાં અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના જ્યેશ ભાઈ પરીખ તથા ગ્રૂપના સભ્યો અને આમંત્રિત મહમનો થતાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા એક દાયકા થી ભરૂચ શહેર અને જિલ્લા માં અનેક અબોલ પશુઓ ની સેવા અને સારવાર કરી ભગીરથ કાર્ય કર્યું છે જેના થી પ્રભાવિત થઇ ધોરાજી ખાતે રહેતા જીવદયા પ્રેમી રંજનબહેન ભરૂચ માં પશુઓ માટે ની વિશેષ એમ્બ્યુલન્સ નું દાન આપ્યું જે સંસ્થા અને ભરૂચ માટે ગર્વ ની વાત છે.