Published By : Parul Patel
- અબોલ પશુ-પક્ષીના આહાર માટે ભરૂચમાં અનોખી રોટી પુણ્ય બેન્ક શરૂ કરાઇ
- -નારાયણ વિદ્યાવિહાર શાળામાં મૂકવામાં આવેલ રોટી પુણ્ય બેન્કમાં રોજની 1200થી વધુ રોટીનું સેવા યજ્ઞ
ભરુચ શહેરમાં આવેલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન અને નારાયણ વિદ્યાવિહાર શાળા દ્વારા અન્નદાન મહાદાન સેવા યજ્ઞ અંતર્ગત રોટી પુણ્ય બેન્કનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી શ્વાનને માટે રાખવી એ આપણી સાથે જોડાયેલા પશુ-પક્ષીઓ પ્રત્યે જીવદયા પ્રેમ અને અબોલ જીવો માટે સેવા કરવાની ભાવના શીખવાડે છે. જેના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતાં બાળકો પણ આપણી સંસ્કૃતિને સાચવી રાખે તે માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન અને નારાયણ વિદ્યાવિહાર શાળા દ્વારા અન્નદાન મહાદાન સેવા યજ્ઞ અંતર્ગત રોટી પુણ્ય બેન્ક શરૂ કરી છે જેમાં શાળામાં આવતા બાળકો અને વાલીઓ 1200 થી 1300 વધુ રોટી-રોટલા ભાખરી ઉઘરાવીને રોટી પુણ્ય બેન્કમાં અર્પણ કરી યોગદાન આપી રહ્યા છે. ત્રણ હજાર જેટલા બાળકો થકી દોઢ-બે મહિનાથી રોટી પુણ્ય બેન્કમાં રોટી દાન કરી રહ્યા છે. મનમૈત્રી ફાઉન્ડેશનના શિલાબેન નિયમિત આવી રોટીનું દાન સ્વીકારે છે.