Published By : Patel Shital
- બોમ્બે હાઈકોર્ટે અભિનેતા વિરુદ્ધ પત્રકારે કરેલ ફોજદારી ધાકધમકીનો કેસ રદ કર્યો…
અભિનેતા સલમાન ખાનના ચાહકો માટે આનંદના સમાચાર જાણવા મળેલ છે. બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ 2019માં પત્રકાર અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ધાકધમકીનો આક્ષેપ કરતી ફરિયાદ રદ કરી છે.
અભિનેતા સલમાન ખાન સામે શું કેસ હતો ? તેની વિગત જોતા ધટના તા. 24 એપ્રિલ 2019ની હતી. સવારે સલમાન ખાન સાયકલ ચલાવી રહ્યો હતો. સલમાન ખાનનો બોડીગાર્ડ પણ તેની સાથે હતો. પત્રકાર અશોક પાંડે પોતાની કારમાં જઈ રહ્યા હતા. અશોક પાંડેના જણાવ્યા મુજબ બોડીગાર્ડની મંજૂરી લઈને તેઓ વિડિયો બનાવી રહ્યા હતા. પરંતુ સલમાન ખાન આ બાબતે નારાજ થયો હતો અને તેના કહેવાથી તેના બોડીગાર્ડે તેની સાથે મારામારી કરી હતી. અશોક પાંડેએ એવો આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેનો ફોન પણ છીનવી લીધો હતો. જે અંગે 2019માં અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે સલમાન ખાનને પત્રકારની ફરિયાદ પર સમન્શ પણ મોકલ્યું હતું. જ્યારે આ બાબતે અભિનેતાએ હાઈકોર્ટેમાં અપીલ કરતા હાઈકોર્ટે સલમાન ખાનને રાહત આપતા સમન્શ પર રોક લગાવી દીધી હતી.