Published by : Anu Shukla
- અભિનેતા સલમાન ખાનના ચાહકો અભિનેતાની જીવન જીવવાની રીત રસમનું અનુકરણ કરે તે સ્વાભાવિક છે …
દરેક જગ્યાએ સલમાન ખાનના હાથમાં આ ખાસ બ્રેસલેટ જોવા મળે છે. દરેક લોકો જાણવા માંગે છે કે આખરે બોલિવૂડના સુલ્તાન આ બ્રેસલેટ કેમ પહેરે છે. સલમાન ખાને એક ઈવેન્ટમા તેની હકીકત જણાવી છે. તેણે જણાવ્યું કે તેના પિતા સલીમ ખાન આવું બ્રેસલેટ પહેરતા હતાં. બાળપણથી જ સલમાન તેમની પાસેથી આ બ્રેસલેટ લેવાની જીદ્દ કરતો હતો. ત્યારે પિતા સલીમ ખાને એવું જ એક બ્રેસલેટ બનાવીને ગિફ્ટ કર્યુ હતું. પોતાની વાતને આગળ વધારતા સલમાન ખાન જણાવે છે કે જે પથ્થર તેના બ્રેસલેટમાં છે તેને ફિરોઝા કહે છે. સલમાન ખાનની માનીએ તો આ સ્ટોનની ખાસ વાત છે કે તે ખરાબ નજરથી બચાવે છે. સલમાન ખાનનો આ સ્ટોન 7 થી 8 વાર તૂટ્યો પણ છે. કહેવામાં આવે છે કે, સલમાન ખાન પર આવનારી ખરાબ નજર અથવા તેની સાથે થનારી કોઈ અનહોનીને પણ આ સ્ટોને પોતાની ઉપર લઈ લીધી છે.