Published by : Anu Shukla
- કંગના કહે છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, મુદ્દો ઉઠાવ્યા પછી જાસૂસી બંધ થઈ ગઈ……
વારંવાર વિવાદમાં રહેતી અભિનેત્રી કંગના રણૌતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેની જાસૂસી કરાવતા હોવાના આડકતરા આક્ષેપો સોશિયલ મીડિયા પર કર્યા બાદ હવે જણાવ્યુ હતું કે મેં આ મુદ્દો ઉઠાવ્યા પછી મારી જાસૂસી બંધ થઈ ગઈ છે. પરંતુ, આ યુગલ હજુ પણ સમજી જાય નહીં તો હું તેમના ઘરમાં ઘૂસીને મારીશ. હજુ સુધી તેમનો કોઈ ગામડાંની છોકરી સાથે પનારો પડયો નથી. જૉકે કંગના બહુ શરુઆતથી બોલીવૂડમાં સગાવાદના જોરે એન્ટ્રી મેળવનારા અને આગળ વધનારા કલાકારો વિરુદ્ધ બોલતી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી તેણે પોતાના શાબ્દિક હુમલા વધુ આક્રમક બનાવ્યા છે.
અગાઉ, તેણે સોશિયલ મીડિયા પર રણબીર અને આલિયાનો નામોલ્લેખ કર્યા વિના પરંતુ તેમની ઓળખના તમામ સંકેતો આપતી વખતે એવો આક્ષેપ કર્યો હતો કે આ યુગલ તેની જાસૂસી કરાવે છે. પોતે જ્યાં જાય છે ત્યાં કેેમેરા તેને ફોલો કરે છે અને તેની ટેરેસ પર કે કમ્પાઉન્ડમાં પણ તેના ફોટા લેવાય છે.
હવે કંગનાએ નવી પોસ્ટ મૂકી છે. તેમાં તેણે જણાવ્યું છે કે મારી ચિંતા કરનારાઓને જાણ થાય કે ગઈ રાતથી મારી આસપાસ કોઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ નથી. કોઈ કેમેરા સાથે કે કેમેરા વગર મને ફોલો કરતું નથી. જુઓ જે ભૂત લાતોથી માને છે તે માત્ર લાતોથી જ માને છે.
તેણે પોતાની જાસૂસી કરાવનાર યુગલને ચેેતવણી આપતાં લખ્યું હતું કે બોલીવૂડના ચંગુમંગુને મારો મેસેજ છે કે બચ્ચોં કિસી દેહાતી સે તુમ્હારા પાલા નહીં પડા. સુધર જાઓ નહીં તો ઘરમેં ઘૂસકર કે મારુંગી. ઔર જિનકો લગતા હૈ કિ મૈ પાગલ હું , તુમકો તો યે પતા હૈ કિ મૈં કિતની પાગલ હું લેકિન યહ પતા નહીં કિ કિતની બડી વાલી હું. તેણે પોતાની આ પોસ્ટ સાથે તલવારનું ઈમોજી પણ મૂક્યું છે.