Published by : Rana Kajal
- છેલ્લા 54 વર્ષથી કરતા હતા પ્રયાસ…
અભ્યાસ કરવા માટે ઉમર બંધન રૂપ બનતી નથી. કોઇ કારણોસર અભ્યાસ ન કરી શક્યા હોય તેવા લોકો મોટી ઉમરે પણ અભ્યાસ ફરી શરૂ કરતા હોય છે. ત્યારે કેનેડાની ઍક વ્યકિત 71 વર્ષની ઉંમરે સ્નાતક બન્યા હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. તેઓ સતત 54 વર્ષથી સ્નાતકની ડીગ્રી મેળવવા પ્રયાસ કરતા હતા…આ અંગે વધુ વિગતે જોતા આર્થર રોસ નામની વ્યક્તિને કેનેડાની કોલમ્બિયા યુનિવર્સિટી માથી સ્નાતકની ડિગ્રી મેળવતા 54 વર્ષ લાગ્યા હતા. તેઓ વર્ષ 1969 થી સ્નાતકની ડિગ્રી મેળવવા પ્રયાસ કરતા હતા અને સતત પ્રયાસો બાદ વર્ષ 2023 માં તેઓ સફળ બન્યા હતા…ભારતમાં ઘણી ઓપન યુનિવર્સિટી કાર્યરત છે. જે ઘર બેઠા અભ્યાસ કરવાની સગવડ આપે છે. આવા કોર્ષમાં હજારો લોકો અભ્યાસ કરી આગળ અભ્યાસ કરી રહ્યા છે