Published by: Rana kajal
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હજ માટે રવાના થશે…. ગુજરાતના હજયાત્રીઓની છેલ્લી ફ્લાઇટ તા 24જૂનના રોજ રવાના થશે. હજયાત્રા માટે આવતીકાલે ૬ ફ્લાઇટના ૧૫૦૦ જેટલા મુસાફરો અને તેમને મૂકવા માટે આવનારા સ્વજનોને પગલે અમદાવાદ એરપોર્ટમાં આવતીકાલે તા 24જૂનના રોજ ૧૦ હજારથી લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.
અમદાવાદમાં આવેલી પાસપોર્ટ કચેરી ખાતે હજયાત્રીઓની મદદ માટે આ વખતે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરાઇ હતી. પાસપોર્ટ ફાટી ગયો હોય કે એક્સપાયર્ડ થઇ ગયો હોય તેવા ૧ હજારથી વધુ હજયાત્રીઓને પાસપોર્ટ બદલવામાં મદદ કરવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારે પણ પાસપોર્ટ ડિસ્પેચ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ હતી. આવતીકાલે હજ સમિતિ દ્વારા ચાર ફ્લાઇટમાં ૧૨૦૦થી વધુ હજયાત્રીઓ સીધા જેદ્દાહ જશે. આ ઉપરાંત અન્ય ખાનગી ટૂર દ્વારા જનારા હજયાત્રીઓ પણ હશે. આમ, આવતીકાલે ૬ ફ્લાઇટમાં ૧૫૦૦થી વધુ હજયાત્રીઓ જેદ્દાહ જવા માટે રવાના થશે. હજ યાત્રીઓને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ એરપોર્ટમાં આવે તેવી સંભાવના છે. જેના પગલે કોઇ અવ્યવસ્થા સર્જાય નહીં માટે હજ કમિટિ દ્વારા હજ યાત્રીઓને વિદાય આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ એરપોર્ટ પર આવવાનું ટાળે તેવી અપીલ કરાઇ છે….