Published by : Rana Kajal
આજથી અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી મોંઘી બનશે. અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરનારા પેસેન્જર્સ માટે યુઝર્સ ડેવલપમેન્ટ ફી રુપિયા 100 લેવામાં આવતી હતી પરંતુ આજથી 31 માર્ચ 2024 સુધી ડોમેસ્ટીક મુસાફરો માટે આ ફી વધારો કરીને 250 રૂપિયા કરાયા છે જ્યારે ઈન્ટરનેશનલ મુસાફરો માટે 550 રૂપિયા લેવામાં આવશે. આ ફીના વધારાથી ઇન્ટરનેશનલ ટ્રાવેલરને તો ખાસ કોઇ ફરક પડશે નહીં પણ અહીંથી નિયમિતપણે સુરત, પોરબંદર કે મુંબઈ જેવા ડોમેસ્ટિક ટ્રાવેલર્સને અસર પડશે.આ યુઝર્સ ફીમાં ભાવ વધારો 31 માર્ચ 2024 સુધી રહેશે ત્યારબાદ 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધી ડોમેસ્ટીકની કિંમત 450 રૂપિયા અને ઈન્ટરનેશનલની કિંમત રુપિયા 880 થઈ જશે. આ કિંમતમાં દર વર્ષે વધારો કરવામાં આવશે. એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળામાં આ રકમ વધીને ક્રમશ: 660 અને 1190 થઈ જશે. આ માહિતી એઈઆરએ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત એરોનોટીકલ શુલ્ક જેમ કે લેન્ડીંગ અને પાર્કીંગ ચાર્જ પણ વધવા જઈ રહ્યો છે.