અમદાવાદ
રિવરફ્રન્ટ પર સમડી સહિતના પક્ષીની સંખ્યા વધુ હોવાથી બર્ડ હિટનું જોખમ ખુબ વધી ગયું છે
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક્સની ટીમ સારંગે શરૂ કરેલા રિહર્સલ અને તા 18 ઓક્ટોબરથી શરૂ થનારા એર શો દરમિયાન હેલિકોપ્ટરને બર્ડ હિટ ન થાય અને તેથી હોનારત ન સર્જાય તે માટે તેની ખાસ તકેદારી રખાશે. જો એર શો દરમિયાન સાબરમતી પર વધુ પડતાં પક્ષીઓ હશે તો ભગાડવા માટે એક સ્પેશિયલ ટીમ તૈનાત કરાશે જેથી હેલિકોપ્ટરને બર્ડ હિટ થાય નહીં.એક સરવે મુજબ રિવરફ્રન્ટ પર સૌથી વધુ સમડી સહિતના વિવિધ પક્ષીઓ વધુ છે. પીરાણામાં કચરાનો ડુંગર હોવાથી પણ સમડીઓ દેખાય છે. સી-પ્લેન સર્વિસ જ્યારે ચાલતી હતી ત્યારે રૂટ પર પક્ષીઓ વધુ હોવાથી બર્ડ હિટ ન થાય તે માટે ફટાકડા ફોડવામાં આવતા હતા. હવે સાબરમતી પર એર શો દરમિયાન હેલિકોપ્ટરને બર્ડ હિટનું જોખમ ઉભું ન થાય તે માટે વિશેષ ટીમ તૈનાત કરાશે જે પક્ષીઓની મુવમેન્ટ પર સતત નજર રાખી તેને ભગાડવાનું કામ કરશે જરૂર પડશે તો ફટાકડા પણ ફોડશે. અથવા તો આ રૂટ પર કેમિકલ સ્પ્રે પણ કરાય તેવી શક્યતા છે.રિવરફ્રન્ટ પર પક્ષીઓનું પ્રમાણ વધુ છે. હેલિકોપ્ટરને બર્ડહિટ થાય તો ક્રેશ લેન્ડિંગ થવાનું જોખમ છે, જો પક્ષી હેલિકોપ્ટરની ઉપરના પાંખિયા એટલે કે બ્લેડ કે સાઇડના રોટર સાથે ટકરાય તો તે વિમાનની જેમ ગ્લાઇડ ન કરી શકે, પરંતુ નિયંત્રણ ગુમાવી સીધું ક્રેશ થઇ જાય તેમ એવિએશન નિષ્ણાતોનું કહેવું છે.અમદાવાદ એરપોર્ટના 3300 મીટર રન-વેનું 200 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ થોડા વખત પહેલા પૂર્ણ કરાયું હતું ત્યારબાદ એરપોર્ટ મેનેજમેન્ટ કરતી કંપનીએ રન-વેની પેરેરલ અડધો ટેક્સી-વે જે 1200 મીટર છે મુખ્ય ‘પી’ નંબરના ટેક્સી વેમાંથી ‘સી’ અને ‘ડી’ પસાર થયા છે જેનો ઉપયોગ ફ્લાઈટો લેન્ડ થયા બાદ ‘ડી’ અને ટેકઑફ માટે ‘સી’નો ઉપયોગ કરે છે એ ટેક્સી-વેનું કામ ઘણા લાંબા સમય સુધી ચાલતા અનેક ફ્લાઈટોને ટેકઑફમાં વિલંબથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, હવે ટેક્સી વેનું કામ પૂર્ણ થઈ જતા ઓપન કરી દેવાયો છે, જેથી ફ્લાઈટો મોડી પડવાની સમસ્યા સર્જાશે નહિ.
અમદાવાદના રીવર ફ્રન્ટ વિસ્તારમાં બર્ડ હિટનું જૉખમ વધી રહ્યુ છે.
RELATED ARTICLES