ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે ભાજપે જીતનું ખાતું ખોલ્યું છે. ભાજપે અસારવા બેઠક પર જીત મેળવી જીતની શરૂઆત કરી છે. અહીં મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલાએ જીત નોંધાવી છે.
આ બેઠક પર 56.59 ટકા મતદાન મળ્યા હતા
અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,23,391 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 56.59 ટકા મતદાન થયું હતું. અસારવાર (SC) બેઠક પર કુલ 2,18,031 મતદારો છે. જેમાં 1,13,345 પુરુષ મતદારો અને 1,04,681 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.