Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઅમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું : નશીલા દ્રવ્યોના વેપલા સામે પોલીસની લાલ આંખ....

અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું : નશીલા દ્રવ્યોના વેપલા સામે પોલીસની લાલ આંખ….

  • રામોલના બે યુવાનો પાસેથી એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો…

મુંબઇથી ડ્રગ લાવી અમદાવાદના સીજી રોડ પર વેચતા હતા. નશીલા દ્રવ્યોના વેપલા સામે પોલીસે લાલ આંખ કરી છે હાલમાં જ અમદાવાદ એસઓજીની ટીમે રામોલ જનતાનગર પાસેથી બે યુવકોને સાડા બાર લાખ રૂપિયાના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ યુવાનો મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા અન સીજી રોડ તથા આશ્રમ રોડના તથા જમાલપુર અને સારગપુર વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સ વેચતા હોવાનુ પ્રાથમિક તપાસ માં જાણવા મળેલ છે પોલીસે ઝડપાયેલ આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપનાર અને તે ખરીદનાર ની તપાસ શરૂ કરી છે.ચોકાવનારી બાબત એ છે કે યુવાનો પાસે ડ્રગ્સનો જથ્થોઅમદાવાદ શહેરમાં પાનના ગલ્લા પર જેટલી સહજતાથી પાન મસાલા મળતા હોય છે. તેટલી સહજતાથી ઠેર ઠેર ડ્રગ્સ મળતું થઇ ગયું છે. આ બાબત ખુબ જ ચિંતાજનક છે. શહેરમાંથી ડ્રગ્સનું દુષણ દુર કરવા માટે ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કડક વલણ અપનાવી રહ્યા છે. તમામ પોલીસ મથકના અધિકારીઓ અને એજન્સીઓને ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેકટર એ.ડી.પરમારની ટીમને બાતમી મળી હતી કે રામોલ જનતાનગર સ્થિત પાણીની ટાંકી પાસે બે યુવાનો ડ્રગ્સનો જથ્થો લઇને ફરી રહ્યા છે.

બાતમીના આધારે યુવાનોને ટાર્ગેટ કરીને ડ્રગ્સ આપતા એવાં ઈસમો ને એસઓજીની ટીમે તરત જ દરોડા પાડીને ઝડપી પાડયા હતા તેમની તપાસ કરતા પેડલરોના નામ અલ્લારખા ઉર્ફે અડુ ઇસ્માઇલ શેખ (રહે. જનતાનગર રામોલ) તથા ઇકબાલખાન રિઝવાન ખાન પઠાણ ( રહે. ફરીદાબાદ સોસાયટી, રામોલ) જણાયા હતા . તેમની પાસેથી પોલીસને એમ.ડી ડ્રગ્સનો 124.460 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત લગભગ સાડા બાર લાખ રૂપિયા થાય છે. પોલીસે અલ્લારખા અને ઇકબાલની પૂછપરછ કરતાં તેમણે અમદાવાદમાં રિક્ષા ચલાવવાની સાથે સાથે ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. તેઓ મુંબઇના ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં સી.જી.રોડ અને આશ્રમ રોડ ઉપરાંત જમાલપુર રામોલ અન સરંગપુરમાં યુવાનોને ટાર્ગેટ કરીને તેમને ડ્રગ્સ આપતા હોવાની વિગતો પણ જાણવા મળી હતી આ બન્ને પેડલરો શહેરમાં અન્ય કોઇ ડ્રગ્સ પેડલરો સાથે સંકળાયેલા છે કે કેમ?તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.                                  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!