Published by : Rana Kajal
શહેરના ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગી છે. B73મા આગ લાગી હતી. આગમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફાયર વિભાગની ટીમે એક હાઈડ્રોલીક ક્રેઈનની મદદથી મહિલાને બચાવી લીધી હતી. જ્યા સિવિલથી રાજસ્થાન હોસ્પિટલ રિફર કર્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મૃતક યુવતીનું નામ પ્રાંજલ જીરવલા જાણવા મળ્યુ હતું. જ્યારે ઘરના અન્ય સભ્યોનો બચાવ થયો હતો

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રોઈંગ રૂમની પાછળ બાથરૂમ હતો. જેમાં ગીઝરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક ગીઝરના વાયરિંગમાં સ્પાર્ક થતા ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના પ્રાયમરી તારણમાં શિયાળાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાયમાં ઓવરલોડિંગ થયું હતું જેના કારણે સ્પાર્ક થયો હોવો જોઈએ. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.