Published By:-Bhavika Sasiya
અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેર એવા અમદાવાદ શહેરમાં હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. આ રાઈડ ગતરોજ શનિવારથી શરૂ થઇ ગઇ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરુ કરવામાં આવેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ હવે રિન્યુ થઈ ગયો છે. 4 મહિના પહેલાં હેલિકોપ્ટર જોય રાઈડ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી ત્યારબાદ એડવાન્સ બુકિંગ કરાવનાર દરેકને પુરેપુરુ રિફંડ પણ આપી દેવામાં આવ્યું હતું.જે તે સમયે 94 દિવસ ચાલેલી જોય રાઈડનો 6800 કરતા વધુ લોકોએ આનંદ માણ્યો હતો.
હવે આ જોય રાઇડ શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસોં એજ ચાલશે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જોય રાઈડ ફરી શરુ થઇ છે.તેથી લોકો અમદાવાદના આકાશી નજારો માણી શકાશે. જોકે આ વખતે જોયરાઈડની ટિકિટમાં થોડા ફેરફાર છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે એટલે કે 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.વધુ વિગતે જોતા બપોરના સમયે 3 કલાક માટે રાઈડ ચાલશે. દિવસ દરમિયાન 15 રાઈડ ચાલશે, જેમાં એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે. રાઈડ માટે એડવાન્સ અને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. અંદાજિત 25 કિલોમીટરની આ રાઈડ રહેશે. છેલ્લા 5 મહિનાથી આ રાઈડ બંધ હતી. જે હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે.સામાન્ય વરસાદમાં પણ રાઈડ ચાલશે પરંતુ ભારે વરસાદમાં રાઈડ નહીં થઈ શકે. જાન્યુઆરી-2022માં જોય રાઇડ શરૂ કરવા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ (ગુજસેલ) 11 મહિના માટે એરોટ્રાન્સ સાથે સમજૂતિ કરી હતી. ડિસેમ્બરમાં તે પૂરી થતાં નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં પૂર્ણ થયા બાદ જોય રાઇડ 18 માર્ચ સુધી શરૂ ચાલુ રખાઈ હતી.
શનિ અને રવિવાર માટે અને રજાના દિવસો દરમિયાન ઓપરેટ કરવામાં આવતી 9 મિનિટની જોય રાઇડમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટીનો રૂટ નક્કી કરાયો છે. જેમાં વ્યક્તિ દીઠ ટિકિટ નક્કી કરવામાં આવી હતી. જેનો ભાવ હવે વધી ગયો છે સાથે 9 મિનિટને બદલે 10 મિનિટ કરવામાં આવી છે.
બપોરના સમયે 3 કલાક માટે રાઈડ ચાલશે. દિવસ દરમિયાન 15 રાઈડ ચાલશે, જેમાં એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે. રાઈડ માટે એડવાન્સ અને ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. અંદાજિત 25 કિલોમીટરની આ રાઈડ રહેશે..