Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAhmedabadઅમદાવાદમાં મહિલાઓ માટે સશક્તિકરણ…ઇ-રિક્ષા સંચાલન તાલીમ અને લાયસન્સ સહિતનો ખર્ચ પણ મ્યુનિ....

અમદાવાદમાં મહિલાઓ માટે સશક્તિકરણ…ઇ-રિક્ષા સંચાલન તાલીમ અને લાયસન્સ સહિતનો ખર્ચ પણ મ્યુનિ. ઉપાડશે…78 હજાર સબસિડી અપાશે…

Published By : Parul Patel

અમદાવાદમાં મ્યુનિસિપાલે મહિલાઓ જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તેમને સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહનની સાથે સાથે મહિલા સુરક્ષા માટે મહિલા સંચાલિત પિંક ઇ-રિક્ષા પ્રોજેક્ટ અમલમાં મૂકવાની કવાયત હાથ ધરી છે.

શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગારી આપવા અને નવી દિશા આપવા માટે પિંક ઇ-ઓટો પ્રોજેકટની સુરતમાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટ અમદાવાદમાં અમલમાં મૂકાયો.

મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને અમદાવાદ શહેરમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની મહિલા-યુવતીઓ ઇ-રિક્ષા ચલાવી રોજગારી મેળવી શકે અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા થઇ શકે તે માટે યુસીડી (User-centered design process) ખાતાને પિંક ઇ-ઓટો રિક્ષા પ્રોજેક્ટ અમલમાં મુકવા સૂચના આપી હતી.

યુસીડી (User-centered design process) ખાતાનાં ડાયરેક્ટર હિનાબેન ભાથાવાલાનાં જણાવ્યા પ્રમાણે ઇ-ઓટો રિક્ષા પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબક્કામાં 25 ઇ-ઓટો રિક્ષા શરૂ કરાશે. આ પ્રોજેક્ટ માટે મહિલાઓ પાસે જ અરજીઓ મંગાવી, એમાંથી જ મહિલાઓની પસંદગી થશે અને તેમને ઇ-ઓટો રિક્ષા ચલાવવાની, ચાર્જિંગ કરવાની તેમજ લાયસન્સ અપાવવા સહિતનો ખર્ચ મ્યુનિ. ભોગવશે.

આથી વિશેષ, મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન મળી રહે તે માટે પિંક ઇ-ઓટો રિક્ષા માટે સીએસઆર પ્રોજેકટ અંતર્ગત 30 હજાર રૂપિયા તથા રાજ્ય સરકારની ગુજરાત એનર્જી ડેવલપમન્ટ એજન્સી તરફથી 48 હજારની એમ કુલ 78 હજારની સબસિડી મેળવી શકાશે. આ પિંક ઇ-ઓટો રિક્ષા ખાસ કરીને મહિલા મુસાફરો માટે શરૂ કરવાનો ઇરાદો છે, તેમ છતાં જો કોઇ મહિલા ડ્રાઇવર તેની રિક્ષામાં પુરૂષ પેસેન્જર બેસાડવા માગતા હશે તો બેસાડી શકશે. ઇ-રિક્ષા ખરીદનારને મ્યુનિ.નાં વ્હિકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે. મહિલાઓને આ રિક્ષાનું 3 વર્ષ સુધી સંચાલન કરવું પડશે, એટલે કે 3 વર્ષ સુધી રિક્ષા વેચી કે ભાડે આપી શકશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!