Published by : Anu Shukla
અમદાવાદના સ્થાનિક લોકો માટે અને અમદાવાદની મુલાકાતે આવનાર લોકો માટે ઉનાળામાં ઍક વધુ આકર્ષણ સાબિત થશે આધુનિક સુવિધા સજજ ક્રૂઝ…
અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં રિવરક્રૂઝ મુકવામાં આવનાર છે. હાલમાં વાસણા બેરેજ ખાતે વિશાલ ક્રૂઝનું માળખું તૈયાર થઇ રહ્યું છે. ક્રૂઝ તૈયાર થયા બાદ સાબરમતી નદીમાં ઉતારવામાં આવશે જેથી આ ઉનાળા દરમિયાન લોકોને ક્રૂઝની મજા પણ માણી શકશે. મળતી વિગતો મુજબ તંત્ર દ્વારા ક્રૂઝની તૈયારીના ભાગરૂપે વાસણા બેરેજ ખાતે વિશાલ ક્રૂઝનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં આ ક્રુઝ શરુ થશે. જેથી ઉનાળા દરમિયાન લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા હશે. આ ક્રુઝ સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. નોધપાત્ર બાબત એ છે કે વલસાડના ઉંમરગામથી આ ક્રુઝ રિવરફ્રન્ટ પહોંચ્યું હતું. આ ક્રૂઝ ઉપર 125 -150 લોકો એકસાથે બેસી શકે છે.