Published By : Parul Patel
ગુજરાતમાં ઘણા ચમત્કારી મંદિર છે. કહી શકાય કે આ વાતમાં લોકોની શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા…પરંતુ જયારે મંદિર જઇએ ત્યારે શ્રદ્ધા અનિવાર્ય હોય છે. દરેક ગામમાં હનુમાનજીનું મંદિર હોય જ છે. સાથે અમુક જગ્યાએ, અમુક મંદિર કંઈક ને કંઈક કારણોસર ચમત્કારી બની જાય છે…એજ રીતે અમદાવાદનું આ ચમત્કારી હનુમાન મંદિર, વિઝા હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. વિઝા હનુમાન આવ્યું છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં. વિઝા હનુમાન કહેવાનું કારણ એ છે કે લોકો અહીં તેમના વિદેશ જવાના સપનાઓ લઈને આવે છે. લોકો શ્રદ્ધા સાથે આવે છે અને માને છે કે અહીં આવવાથી તેમની વિદેશ જવાની ઈચ્છા પુરી થાય છે.
ચમત્કારી હનુમાનજી મંદિર, વિઝા હનુમાનજી મંદિરમાં દૂર-દૂરથી લોકો પોતાનો પાસપોર્ટ લઈને શ્રદ્ધા સાથે આવે છે. લોકો માને છે, અહીં પાસપોર્ટ લઈને દર્શન કરવાથી એમની વિદેશ જવાની ઈચ્છા પુરી થાય છે. ત્યાંના પૂજારીનું કહેવું છે જે ફોરેન જવાનું વિચારતા લોકો જેમને ફોરેન જવામાં મુશ્કેલી પડતી હોય, જે ભણવા માટે, નોકરી ધંધા માટે તો એવા લોકો વિઝા હનુમાનજી મંદિરમાં પૂજા કરાવે છે. પૂજા કરાવતા લોકોને હનુમાનજીનો ફોટો અને બે ચોપડીઓ આપવામાં આવે અને કામ થાય જ છે. અહીં લોકોનું કહેવું છે કે પાસપોર્ટ લઈને દર્શન માટે જવાનું, ત્યાં 10 મિનિટની પૂજા કરવાની હોય છે, મહારાજ દ્વારા પૂજા કરી 151/- રૂપિયા દક્ષિણા અને પ્રસાદ ધરાવવાનો હોય છે. આ બધું પોતાની ઈચ્છા મુજબ હોય છે જેની જેવી ઈચ્છા. લોકો પોતાની વિદેશ જવાની ઈચ્છા પુરી થતા ફરી દર્શન કરવા પણ જાય છે.